મારા રાઘવને જઈ કેજો,
કે જટ લંકાગઢમા આવે.
લંકગઢમા આવે,
આવી દસ માથાળાને મારજો.
મારા રાઘવને જઈ કેજો..
એવો દિવસ રે ઉગેને,
રાવણ રોજ વાટીકામા આવે જો.
દૈત્ય રે દશાનંદ આવિ,
મને ડારો દઈને ડરાવે જો.
દિવસ જાય મારા દોયલા,
મારા પાપણે પાણી પડાવે,
મારા રાઘવને જઈ કેજો…
એવો હદનો વાટેલો રાવણ,
રોજ મને મેણા મારતો.
તારા રઘુકુળનો રાજા,
મારા સામે કેમ ના આવતો.
રઘુકુળના રાજા હવે,
નીરણમા આવીને રોળ જો.
મારા રાઘવને જઈ કેજો…
કવી કે દાનકે કરુણાના સાગર,
તારી કરુણાને હેઠી મેલજો.
જગત જનનિ જાનકીની,
આંખે આસુડાની ધારજો.
ત્યા તો ફરકી રે ભુજાયુ,
લંકા માથે મીટ્યુ મંડાણી.
મારા રાઘવને જઈ કેજો…