ચાલો જઇયે સત્સંગમાં,
સત્સંગ મોટું ધામછે.
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
આજનો લાવો લીજીએ ભાઈ,
કાલનું કાચું હોય જો ભાઈ
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
આતમભાવે ઉતમ જાણવું,
કઈ લેવા પ્રભુના નામ જો
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
માતપિતા હાર ગુરુની સેવા,
એ તીરથના ધામ છે ભાઈ
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
પરીક્ષિત રાજાને જ્ઞાન ઉપજ્યું,
ગયા ગંગા તીરજો ભાઈ
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
શુકદેવજીએ કથા વાંચી,
ગયા ગૌલોક વાસજો
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
હરી કહે શુક્દેવજીથી,
થાય ઉતમ કામજો
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
દેવના દુદુંભી વાગીયા,
કંઇ પુષ્પોની વૃષ્ટિ થાય જો
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
ગાય શીખે સુણે સાંભળે,
તેનો હોજો વ્રજમાં વાસ જો
સત્સંગ માંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…
માધવદાસની વિનંતી પ્રભુ,
સૌને દેજો શ્રી વ્રજમાં વાસ ભાઈ
સત્સંગમાંથી રજા લઈને,
સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ…