01 પ્રથમ પહેલા પૂજા તમારી ગજાનન


“સરસ્વતી સ્વર દિજીયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન”

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સુંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા…

પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિપ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાળું દયાવાળા
પ્રથમ પહેલા..

સંકટ હરણને અધમ ઉદ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમ થકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
પ્રથમ પહેલા..

અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સુંઢાળા,
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા…

જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….

“કેશવ કહી કહી સમરીએ, નવ સોઈ એ નિરધાર.
રાત દિવસ કે સમરીએ, કબહુ કે લગે પૂકાર.
નામ સમો વળ કો નહિ, જપ તપ તીરથ જોગ,
તારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ”


Leave a Reply

Your email address will not be published.