01 ભરમે મત ભુલો ગેમારા રે


ભરમે મત ભુલો ગેમારા રે,
તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.
ભરમે મત ભુલો ગેમારા રે…

નીત ઊઠી ને વનરા સતાવે,
જીવ રો મારી જીવ લાવે,
આંધળી માલણ ને આંધળા પુંજારી,
એજી પથ્થર પુષ્પ ચડાવે
ભરમે મત ભુલો ગેમારા રે…

ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા,
એકવીસ બહ્માંડ વીસ્તારા
ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા,
એજી સાહબ ઉન સે ન્યારા
ભરમે મત ભુલો ગેમારા રે…

એક જ પાણી એક જ પથરા,
એક નાવન કા આરા
એમા એક મુરત મૈ ઐશી દેખી
તેના રામ ને ક્રુષ્ણ પુજારા
ભરમે મત ભુલો ગેમારા રે…

એક જ વાણી આ દિલ મા સમાની,
એક અલખ એક દ્વારા,
ગોદડ કહે સદગુરુ ચરણે,
એજી સોય સદગુરુ અમારા
ભરમે મત ભુલો ગેમારા રે…


Leave a Reply

Your email address will not be published.