પુરણ હારો પીર રામદે
સંતોનો સમરથ ધણી
એકબાર રાખો પીર ઓલીયાનો
હે રિધ્ધિ સિધ્ધી બાવો આપે ઘણી
પુરણ હારો પીર રામદે
દુર્યોધનને જે દી દુરમતી સુજી
ત્યારે ત્રિકમ પધાર્યા તૈયાર થઇ
દ્રૌપદીની જલા રાખવા
તમે સાડીઓ ઓઢાડી અગણ ઘણી
પુરણ હારો પીર રામદે
નરસિંહ મેહતા નિરધન હતા
એની નાગરોએ હાંસી કિધી ઘણી
ત્યારે દ્વારકામા શ્યામળો થઇને
તેને સાતસે રૂપિયા દિધા ગણી
પુરણ હારો પીર રામદે
ભક્ત સુદામા દુર્બળ હતા
એની ખાલ સુકાણી દેહ તણી
પણ કાયમ ધણી તમે કારીગર થઈને
એને મેહલ કંચનના દિધા ચણી
પુરણ હારો પીર રામદે
પસ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા
એ ફુમરુ લેવા ખવન ધણી
દાસ સવાને જોલે પધાર્યા
સંતોના એ મુગટ મણિ
પુરણ હારો પીર રામદે