01 વચન વિવેકી જે નર નારી પાનબાઈ


વચન વિવેકી જે નર નારી પાનબાઈ
તેને બ્રહ્માદિક લાગે પાય રે,
જથારથ વચનની સાન જેણે જાણી
તેને કરવું પડે ન બીજું કાંઈ જી
વચન વિવેકી જે નર નારી…

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને
ઈ તો ગત રે ગંગાજી કહેવાય,
એકમના થઈ ને આરાધ કરે તો તો,
નકલંગ પરસન થાય
વચન વિવેકી જે નર નારી…

વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય ધણીનો પાટ
વચનના પૂરા ઈ તો નહિં રે
અધૂરા ને વચનનો લાવે જો ને ઠાઠ
વચન વિવેકી જે નર નારી…

વસ્તુ વચનમાં છે પરિ પૂરણ પાનબાઈ
વચન છે ભક્તિનું અંગ છે,
ગંગા સતી એમ બોલીયાં રે,
કરવો વચનવાળાનો સંગ
વચન વિવેકી જે નર નારી…


Leave a Reply

Your email address will not be published.