01 સીતાજી જગાડે શ્રીરામને


સીતાજી જગાડે શ્રીરામને
એ જાગો તમે રઘુકુળના રાજા
સાદ રે કરુ તો કોઈ સાંભળે
વાલા હવે વાણલા રે વાયા
એજી વાલા સીતાજી જગાડે શ્રીરામને…

એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથને
ઇ જોઇને મનમા મુંજાણા
આવ્યા છે સુમંતજી એજી તેડવા ને
રથડે ઘોડલા રે જોડાણા
સીતાજી જગાડે શ્રીરામને…

એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથી
અને બોલે કાંઈ રાજવી બંધાણા
તમે રે અમે રે વગડો વેઠીયે
ગાદીએ ભરતજી થપાણાં
સીતાજી જગાડે શ્રીરામને…

એ જી વાલા તમારે વિયોગે અમે ઝૂરતા
પિતાજી સ્વરગે સમાણા
માતાજી મનમાં એજી સોચતા
નેણલે નીર તો ભરાણાં
સીતાજી જગાડે શ્રીરામને…

એજી વાલા દેવતાના રે દુ:ખડા ભાંગવા
વાલા હવે આવી ગ્યા છે ટાણા
પુરષોતમ કહે ઉંઘમા રે
રઘુવીર મનમાં બહુ મુસ્કાણા
સીતાજી જગાડે શ્રીરામને…


Leave a Reply

Your email address will not be published.