02 આજ મારા મંદિરીયામાં માલે શ્રીનાથજી


આજ મારા મંદિરીયામાં માલે શ્રીનાથજી
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી
આજ મારા…..

જસોદાના જાયાને નંદના દુલાર
મંગલાની જાંખી કેવી આપે શ્રીનાથજી
આજ મારા…..

જરકસી જામો ધરી ઉભા શ્રીનાથજી
જગતના છે સાચે સાચા સુખ શ્રીનાથજી
આજ મારા…..

મોહન માળા મોતીવાળી ઘરે શ્રીનાથજી
હો પુષ્પમાળા ઉપર જાવુ વારી શ્રીનાથજી
આજ મારા…..

શ્રીનાથજીને પાયે જાંજર શોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખી મુનીવારના મન લોભે શ્રીનાથજી
આજ મારા…..

ભાવધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી
વૈષ્ણવજનને અતિ ઘણા વાહલા શ્રીનાથજી
આજ મારા…..

શ્રી વલ્લભના સ્વામીને અંતર્યામી
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી
આજ મારા…..

“ગીતનો રાગ શિખવા માટે”

“ગીત ડાઉનલોડ કરવા માટે”


Leave a Reply

Your email address will not be published.