03 શંભુ શરણે પડી


શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો
દયા કરી શિવ દર્શન આપો…

તમો ભક્તો ના ભય હરનારા
શુભ સૌવ નુ સદા કરનારા
હું તો મંદ મતી તારી અકળ ગતિ
કષ્ટ કાપો
દયા કરી શીવ દર્શન આપો…

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદ્ર ધયૉ, કંઠે વિષ ભયૉ
અમૃત આપો
દયા કરી શીવ દર્શન આપો…

નેતી નેતી જયાં વેદ કહે છે
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમા છે તું વસુ તારામા હું
શકિત આપો
દયા કરી શીવ દર્શન આપો…

આપો દ્રષ્ટી મા તેજ અનોખું
સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ
મારા દિલમાં વસો, આવી હૈયે હસો
શાંતિ સ્થાપો,
દયા કરી શીવ દર્શન આપો…

હું તો એકલ પંથી પ્રવાસી
છતાં આત્મા કેમ ઉદાસી
થાકયો મથી રે મથી કારણ મળતું નથી
સમજણ આપો,
દયા કરી શીવ દર્શન આપો…

શંકરદાસનુ ભવ દુખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
ટાળો મંદ મતિ, ગાળો ગવઁ ગતિ
ભક્તિ આપો
દયા કરી શીવ દર્શન આપો…


Leave a Reply

Your email address will not be published.