05 મનનો મોરલીયો


મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ

સુરજ ઊગે ને મારી ઊગતી રે આશા
સંધ્યા ઢળે ને મને મળતી નીરાશા
રાત દિવસ મને સુઝે નહી કામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ…

આંખલડીએ મને ઓછું દેખાય છે
દર્શન વિના મારુ દિલડુ દુભાય છે
નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ…

એકવાર વાલા તારી જાંખી જોતાયે
આંસુના બિંદુથી ધોવુ તારા પાયે
માગુ સદા તારા ચરણોમાં વાસ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ…

રઘુવીર રામને બહુ હું યાચું
ધ્યાન શાંતીનું કરજો ને સાચું
સપનુ સાકાર કરો મારા રામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ…


Leave a Reply

Your email address will not be published.