મારે લગની લાગી છે, ઘનશ્યામની જીહો
નહી રે ડરું લોક લાજથી રે.
મારે રટના લાગી છે એના નામની જીહો
નિર્ભઈ થઇ હું તો આજ થી રે…
મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે
{મારે સુખ સંપત એનું નામ છે જીહો,
નહી રે ડરું લોક લાજથી રે. }…૨
મારે લગની લાગી છે…
હે મારે એક આસ છે ઘનશ્યામની
{હું તો માળા જપુ છું એના નામની જીહો,
નહી રે ડરું લોક લાજથી રે. }…૨
મારે લગની લાગી છે….
મારે સર્વસૃષ્ટિ ઘનશ્યામ છે
{મારે એ વિના બધું હરામ છે જીહો
નહી રે ડરું લોક લાજથી રે. }…૨
મારે લગની લાગી છે….
મારે ઇષ્ટ ઘનશ્યામ સુખ ધામ છે
{પ્રેમાનંદ જોઈ પુરણ કામ છે જી હો
નહી રે ડરું લોક લાજથી રે }…૨
મારે લગની લાગી છે…