05 યમુના જળમાં કેસર ઘોળી


યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરવું શ્યામળા
હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં…

અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમા
તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં…

કુમ કુમ કેરું તીલક સજાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાં
યમુના જળમાં…

હસતી જાવુ વાટે ઘાટે નાચી ઉઠુ તાલમા
નજર નાલાગે શ્યામસુંદરને ટપકા કરીદવું ગાલમાં
યમુના જળમાં…

પગમાં ઝાંઝર રુમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં
કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલમાં
યમુના જળમાં…

મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારીજાવુ તારા વાલમાં
યમુના જળમાં…

દૂધ કટોરી ભરીને આપુ પિવોને મારા શ્યામળા
ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણે શ્યામળા
યમુના જળમાં…

“ગીતનો રાગ શિખવા માટે”

“ગીત ડાઉનલોડ કરવા માટે”


Leave a Reply

Your email address will not be published.