06 મોગલ મછરાળી


હો કુમકુમ પગલે મોગલ માં આવીયા
હો કુમકુમ પગલે મોગલ માં આવીયા
ઢોલ શરણાઈ રૂડા ઝાલર વાગીયા
હે મારા મનડે હરખ ના માય…
મોગલ મછરાળી ભેળીયાવાળી,
માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયાવાળી,
માડી રાખજે હૌની લાજ

રાત પડી જયારે આંખ કરું બંધ,
સપને આવી માં મોગલ બોલી
માં રાત પડી જયારે આંખ કરું બંધ,
સપને આવી માં મોગલ બોલી
જીવે ત્યાં સુધી નામ લેજે મારું,
કિસ્મતના દરવાજા દઉં ખોલી
અન મારી મોગલ હા જેવું બોલી
એ અન મારી મોગલ જેવું બોલી,
બંધ દરવાજા મારા દીધા એને ખોલી
હે માં એ કરી દીધો બેડો મારો પાર…
મોગલ મછરાળી ભેળીયા વાળી,
માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયાવાળી,
માડી રાખજે હૌની લાજ…

સુખના દાડા ચાલતા જે દિ,
આગળ પાછળ ફરતા હૌ કોઈ
હો હો માં સુખના દાડા ચાલતા જેદિ,
આગળ પાછળ ફરતા હૌ કોઈ
હો દુઃખના દાડા આયા,
મારા હામું ના મારી જોતું કોઈ
હો પણ મારી મોગલ દન મારો જોઈ
એ પણ મારી મોગલ દન મારો જોઈ,
પલમાં ભેળી આવી રાહ ના જોઈ
હે માડી નોધારોનો બની જઈ આધાર…
મોગલ મછરાળી ભેળીયા વાળી,
માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયાવાળી,
માડી રાખજે હૌની લાજ
હો માં રાખજે હૌની લાજ
હે માં રાખજે હૌની લાજ…

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.