07 મોગલ માં


શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ…

હો ભાઈયુ ભેગા થઇ જમે નઈ ભાણું
દુશમન ત્યારે હાચવે ટાણું
હો લઈલે નાહકનું એનું નાણું
ભાયુ ભાયુમા કરાવે ધીંગાણું
ભાયુ ભાયુમા કરાવે ધીંગાણું
આવી આવા વેરને વિસરાવજે માં મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ…

મન પરોવું તારા નામના મણકામા
છાયા આપજે માં કાળના તડકામા
હો ભુલું જો ભાન હું બની બેભાન મા
પાછો વાળી રાખજે માં તારા ખોળામા
ડર નથી હવે મારી પાસ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ…

હો કાલા વાલા કરી આઈ તને હું રીઝવું
મારે તો ભાવથી એક નામ તારૂ ભજવું
હો પાળે તારા આવી માં પાપ મારા ધોવું
મટી જાયે દુઃખ મારા મુખડું તારૂ જોવું માં
સાદ્ છે મોગલ મારો નાદ છે મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.