09 મોગલ હુકમની હકદાર


મોગલ હુકમની હકદાર માં તું કોરટને કિરતાર
મોગલ હુકમની હકદાર માં તું કોરટને કિરતાર
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

વણગુને વણવાંકે કોઈ આડા ઓડા બાંધતા
છોરૂ ને સંતાપે માઈ મારગ રોકી રાખતા
માં તો પળમાં પહોંચી જાય
મોગલ ધારે એવું થાય
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

હદના વટેલા હાડના હલકા અબળાના આડા ફરે
રાખજ લાજુ હે લાજાળી મોગલ ને સમરણ કરે
માં તો થાનક બેઠી થાય
આવી રમતા રોળી જાય
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

કેદાન કે મારા મઢડે બેઠી જબર તું જોરાળી
માં મછરાલી દેવી દયાળી મોગલ તું હાચો ધણી
ગુના કરજે મારા માફ
માં તું દિલની છો દયાળ
સમરથ તું સરકાર અમાણું તું છો માને બાપ
એ હા મોગલ હા મોગલ હા મોગલ હા…

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.