09 શ્યામ સનેહી ઘેર આવ્યા


શ્યામ સનેહી ઘેર આવ્યા,
ઘનશ્યામ આવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા
હેતે હરી ઘેર આવ્યા,
શ્યામ સનેહી ઘેર આવ્યા
ઘનશ્યામ આવ્યા,
શ્યામ સનેહી ઘેર આવ્યા…

સામૈયું લઈને શ્યામ સુંદરને,
શ્યામ સુંદરને
સામૈયું લઈને શ્યામ સુંદરને,
મોંઘે મોતીડે વધાવ્યા……2,
શ્યામસનેહી ઘેર આવ્યા
હેતે હરી ઘેર આવ્યા…

દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,
પખાળ્યા પ્રભુના
દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,
પાટ ઉપર પધરાવ્યા……2,
શ્યામસનેહી ઘેર આવ્યા
હેતે હરી ઘેર આવ્યા…

બંગલા ઉપર બાંધી હિંડોળો,
બાંધી હિંડોળો
બંગલા ઉપર બાંધી હિંડોળો
હરિવરને હીંચકાવ્ય….2,
શ્યામસનેહી ઘેર આવ્યા
હેતે હરી ઘેર આવ્યા…

પ્રેમાનંદનો નાથ મનોહર,
નાથ મનોહર
પ્રેમાનંદનો નાથ મનોહર
મહારાજ મારે મન ભાવ્યા….2,
શ્યામસનેહી ઘેર આવ્યા
હેતે હરી ઘેર આવ્યા…


Leave a Reply

Your email address will not be published.