આજ સખી આનંદની હેલી,
હરિમુખ જોઇને હું થઇ છું ઘેલી,
આજ સખી…
મહારે મુનિના ધ્યાનમાં લાવે,
તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,
તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,
આજ સખી…
જેસુખને બ્રહ્માંભવ ઈચ્છે,
તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,
તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,
આજ સખી…
નાં ગઈગંગા ગોદાવરી કશી,
ઘેર બેઠા મળ્યા ધામના વાસી,
ઘેર બેઠા મળ્યા ધામના વાસી,
આજ સખી…
જેરામકહે સ્વામી સહેજે રે મળ્યા,
વાટની વાટમાં ભાળ્યો અઢળક ઢળિયા,
વાટની વાટમાં ભાળ્યો અઢળક ઢળિયા,
આજ સખી…