10 ઓ શ્રીનાથજી આવજો તમે


ઓ શ્રીનાથજી આવજો તમે,
વાટ જોઈ રહ્યા કયારના અમે 
અનેક જન્મથી જીવ આથડે,
આપ શરણની ખબરના પડે
ઓ શ્રીનાથજી આવજો ….

આપ શરણ તો રુદિયે વિષે,
શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ 
ચરણ શરણ તો આપનું ખરૂ,
જનમ મરણનું દુ:ખ તો ગયું
ઓ શ્રીનાથજી આવજો…

દાસ આપનો જો હશે ખરા,
જન્મ મૃત્યુથી તે તરી જશે 
દાસ ભાવથી સૌ તરી જશે,
દાસ આપના જો હશે ખરા 
ઓ શ્રીનાથજી આવજો…

દાસ હોય તો કદી ના વિસરે,
ભય તજીને સર્વદા પરે 
દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે,
ઓ શ્રીનાથજી આવજો તમે
ઓ શ્રીનાથજી આવજો…

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.