10 મોગલ તારી ભેળે રહેશે


માં હે માં , હે માં હો માં
હે દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
હે દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
ઈ આવશે તારા પોકારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે…

તારા છોરૂ નથી છેટી માં
તું રાખે નજરૂ મીઠી
હે તું તો આઘી ના જાતી પલવારે
મોગલ તારી ભેળે રહેશે
હા તુતો દોડી દોડી જાજે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે…

હે તારૂ જગમા અમર નામ
ભગવતી ભગુડા રૂડું ધામ
તારા દર્શન કરતા દુઃખડા મટી જાવે
મોગલ મારી જોડે રેજે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે…

હે ગાવા મોગલના ગુણ ગાવા
મોગલ છોડીને ક્યાં જાવા
હે દેખો છોરૂ મોગલના સહારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે…

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.