03 વિધિના લખિયા લેખ લલાટે


વિધિના લખિયા લેખ લલાટે
ઠોકર ખાય… ખાય.. ખાય…
વિધિના લખિયા લેખ લલાટે
ઠોકર ખાય… ખાય.. ખાય…

શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માતપિતાની કરતો
તીર્થે તીર્થે ડગલાં ભરતો,
ચાલ્યો જાય… જાય… જાય…

સેવા માતપિતાની કરવા,
શ્રવણ જાયે પાણી ભરવા
ઘડુલો ભરતાં મૃગના જેવો,
શબ્દ થાય… થાય… થાય…

દશરથ મૃગયા રમવા આવે,
મૃગલું જાણી બાણ ચડાવે
બાણે શ્રવણના જીવ જાય,
છોડી કાય… કાય… કાય…

અંધ માતપિતા ટળવળતાં,
દીધો શાપ જ મરતાં મરતાં
મરજો દશરથ પુત્ર સમરણ,
કરતાં હાય… હાય… હાય…

જ્યારે રામજી વન સંચરિયા
દશરથ પુત્ર વિયોગે મરિયા
‘અમરતગર’ કહે દુઃખના દરિયા,
ઉભરાઈ જાય… જાય… જાય…
વિધિના લખિયા લેખ લલાટે,
ઠોકર ખાય… ખાય… ખાય…


Leave a Reply

Your email address will not be published.