04 જય જય શ્રીયમુના


જય જય શ્રીયમુના મા,
જય જય શ્રીયમુના (૨)
જોતાં જનમ સુધાર્યો (૨),
ધન્ય ધન્ય શ્રીયમુના…
જય જય શ્રીયમુના મા…

શામલડી સુરત,
માં મૂરત માધુરી (૨)
પ્રેમ સહિત પટરાણી (૨),
પરાક્રમે પૂરાં..                        
જય જય શ્રીયમુના મા…

ગહવર વન ચાલ્યા,
મા ગંભીરે ઘેર્યા (૨)
ચુંદડીએ ચટકાળાં (૨),
પહેર્યા ને લહેર્યા
જય જય શ્રીયમુના મા…

ભુજ કંકણ રૂડાં,
મા ગુજરીયા ચૂડી (૨)
બાજુબંધ ને બેરખા (૨),
પહોંચી રત્ન જડી
જય જય શ્રીયમુના મા…

ઝાંઝર ઝમકે,
મા વિછીયાને ઠમકે (૨)
નેપૂરને નાદે મા (૨),
ઘુઘરીને ઘમકે
જય જય શ્રીયમુના મા…

સોળે શણગાર સજ્યા,
મા નકવેસર મોતી (૨)
આભરણમાં ઓપો છો (૨),
દર્પણ મુખ જોતા
જય જય શ્રીયમુના મા…

તટ અંતર રૂડાં,
મા શોભિત જળ ભરીયાં (૨)
મનવાંછિત મુરલીધર (૨),
સુંદર વર વરિયાં
જય જય શ્રીયમુના મા…

લાલ કમળ લપસ્યા,
મા જોવાને ગ્યાતા (૨)
કહે “માધવ” પરિક્રમા (૨),
વ્રજની કરવાને ગ્યાતા
જય જય શ્રીયમુના મા…

શ્રીયમુનાજીની આરતી,
મા વિશ્રામ ઘાટે થાય (૨)
તેત્રીસ કરોડ દેવતા (૨),
મા દર્શન કરવા જાય,
ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય….
જય જય શ્રીયમુના મા…

શ્રીયમુનાજીની આરતી
મા જે કોઈ ગાશે,
ના જે ભાવે ગાશે,
તેના જનમ જનમના
સંકટ સર્વે દૂર થાશે,
તેનો વ્રજમાં વાસ થાશે
જય જય શ્રીયમુના મા…


Leave a Reply

Your email address will not be published.