મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયા મા વહિયા કરે,
શુભ થાએ આ સકળ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે…
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં,
મુજ જીવનનું અર્ધય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
દિન કૃરને ધર્મ વિહોણા,
દેખી દિલમાં દર્દ વહે,
કરુણા ભીની આંખો માંથી,
અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
માર્ગ ભૂલેલા જીવન પથીકને,
માર્ગ ચિંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,
તોયે સમતા ચિત્ ધરું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
ચિત્રભાનુની ધર્મભાવના,
હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગલ ગીતો એ ગાવે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…