“કોઈ ના સમજ્યું ક્યારે વાગે,
ચોઘડિયું કિરતારનું
હરિના હાથ સદાએ મોટા,
સમજીને જીવવાનું રે…”
કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકીનો નાથ પણજાણી રે શક્યો નહિ,
કાલે સવારે સુ થવાનું
ઓ..કાચી રે માટીનું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકીનો નાથપણ જાણી રે શક્યો નહિ,
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટીનું હે કોડિયું આ કાયા…
તન મન ધનના તલને,
પીસતી ઘાણી ઘૂમ્યા કરતી
ઘાણી ઘૂમ્યા કરતી
ભવસાગરનો નહિ ભરોસો,
ઘડી ઓટ ઘડી ભરતી
હે ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણુ લખ્યું લલાટે,
લેણું દેણુ લખ્યું લલાટે
અહીં નું અહીં દેવાનું રે
જાનકીનો નાથપણ જાણી રે શક્યો નહિ,
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટીનું હે કોડિયું આ કાયા…
યોગ વિયોગની રમત વિધિની
ચ્રક ફરે સંસારનો
હે ચ્રક ફરે સંસાર નો
કોઈ ના સમજ્યું ક્યારે વાગે
ચોઘડિયું કિરતારનું
હે ચોઘડિયું કિરતારનું
એ હરિના હાથ સદા રે મોટા
હરિ ના હાથ સદા રે મોટા,
સમજીને જીવવાનું રે
જાનકીનો નાથપણ જાણી રે શક્યો નહિ,
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટીનું હે કોડિયું આ કાયા…