વંદે દેવી શારદા…
વંદે દેવી શારદા…
ઉર વીણા હું બજાવું બજાવું (૨)
વંદે દેવી શારદા…
મંગલ ઉત્સવ આજ અનેરો (૨)
મોતિ થકી હું વધાવું વધાવું (૨)
વંદે દેવી શારદા…
ચંદ્રિકાના ધવલ પ્રકાશે (૨)
આરતી હું ઉતરાવું ઉતરાવું (૨)
વંદે દેવી શારદા…
ચિર મનોહર પટકુળ પહેરી (૨)
મયુર વિહારીણીની આવો આવો (૨)
વંદે દેવી શારદા…
યુગ યુગના અંધારા ટાળો (૨)
મન મંદિર સજાવું સજાવું (૨)
વંદે દેવી શારદા…