08 જય આદ્યા શક્તિ


જય આદ્યા શક્તિ
મા જય આદ્યા શક્તિ
જય આદ્યા શક્‍તિ
મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)
પડવે પંડિતમા,
જયો જયોમા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ
શિવ શક્‍તિ જાણું મા શિવ શક્‍તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાઉ (2)
હર ગાવું હરમા…જયો જયો

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા
મા,ત્રિભુવન
દયા થકી તરવેણી (2)
તમે તારૂણી મા… જયો જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મીમા,
સચરાચર વ્‍યાપ્‍યાં, મા સચરાચર વ્‍યાપ્‍યાં
ચાર ભુજા ચૌદિશા, (2)
પ્રગટયાં દક્ષિણમાં… જયો જયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા,
મા પંચમી ગુણ પદ્મા
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)
પંચે તત્‍વોમાં…જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો
મા મહિસાસુર માર્યો
નર નારી ના રૂપે (2)
વ્‍યાપ્‍યાં સર્વેમા… જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી
માં સંધ્‍યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી (2)
ગૌરી ગીતા મા… જયો જયો

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા
મા આવી આનંદા
સુનીવર મુનીવર જનમ્‍યા (2)
દેવ દૈત્‍યો મા… જયો જયો.

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા
મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા… જયો જયો.

દશમી દશ અવતાર જય વિજયા દશમી,
મા જય વિજયા દશમી,
રામે રામ રમાડયા, (2)
રાવણ રોબ્‍યો મા… જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા
મા કાત્‍યાયની કામા
કામદુર્ગા કાળીકા (2)
શ્‍યામાને રામા… જયો જયો

બારસે બાળારૂપ બહુચરી અંબામા
મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ
કાળ ભૈરવ સોહીએ,
ત્‍હારા છે તુજ મા… જયો જયો

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા,
મા તમે તારૂણી માતા
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2)
ગુણતારા ગાતા… જયો જયો

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા
મા ચંડી ચામુંડા
ભાવ ભક્‍તિ કાંઈ આપો,
ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા… જયો જયો

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા
મા સાંભળજો કરુણા
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં
માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા… જયો જયો

સવંત સોળસત્તાવન સોળસે બાવીસમા
મા સોળસે બાવીસમા
સવંતસોળમાં પ્રગટયાં (2)
રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે…જયો જયો

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી
માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2)
ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી… જયો જયોમા

શિવ શક્‍તિની આરતી જેકોઈ ગાશે
માં જે કોઈ ગાશે
ભણે શિવાનંદ સ્‍વામી (2)
સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે,
મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે,
મા લક્ષ્મી દુઃખ હરશે… જયો જયો

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું
નવજાણું સેવા મા નવ
મા નવ નવજાણું સેવા
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2)
ચરણે સુખ દેવા… જયો જયો

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો
માં અંતર નવધરશો
ભોળા ભવાની ને ભજતાં (2)
ભવ સાગર તરશો…જયો જયોમા

માનો મંડપ લાલ ગુલાલ
શોભા બહુસારી મા શોભા બહુસારી
કુકડ કરે છે કિલ્લોલ (2)
તુજ ચરણે માડી…જયો જયો

જય બહુચર બાળી મા
જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2)
પાવાગઢકાળી… જયો જયો


Leave a Reply

Your email address will not be published.