હે આવશે આવશે રે દ્રારિકાથી,
વાલો મારો આવશે
આવશે આવશે રે પોકરણ ગઢ,
પીર મારો આવશે
પોકરણ ગઢ વાલો મારો આવશે…
હે ભાંગશે ભાંગશે રે રાજા અજમલના,
વાંઝિયા મેણા ભાંગશે
ખૂંદશે ખૂંદશે રે માતા,
મીનળદેવના ખોળા ખૂંદશે
આવશે આવશે રે રણુજાનો,
પીર મારો આવશે
હે રણુજા નો પીર મારો આવશે…
પાડશે પાડશે રે કંકુની,
પગલી વાલો પાડશે
ઉતારશે ઉતારશે રે ઉકળતી,
દેગ ને ઉતારશે
આવશે આવશે રે તોરણીયાનો,
પીર મારો આવશે
તોરણીયાનો પીર મારો આવશે…
રાખશે રાખશે રે વાલો ભક્તોની,
લાજ આવી રાખશે
ઝુલશે ઝુલશે રે રામ સોનાના,
પારણિયા માં ઝુલશે
હે આવશે આવશે રે રણુજાનો,
રામોપીર આવશે
વોલરાનો પીર મારો આવશે…
હો આનંદ આનંદ થયો છે રે આજે
હે મારા હૈયાની હે મારા,
હૈયાની એ હરખાવેશે
મારો વાલો દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો,
દુવારકાથી આવેશે
હો આવેશે રે આવેશે મારો વાલો,
રણુજાવાળો આવેશે