10 કોણ જાણી શકે કાળ ને


કોણ જાણી શકે કાળ ને રે,
સવારે કાલ કેવું થાશે
આ કાયા માંથી હંસલો રે,
ઓચિંતાનો ઉડી જાશે
કોણ જાણી શકે કાળ ને રે…

હે તારા મોટા મોટા બંગલા રે,
મોટર ને ગાડી વાડી
બધી માયા મુડી બધી માયા મુડી
હા બધી માયા મુડી મેલી રે,
ખાલી હાથે જાવું પડશે
કોણ જાણી શકે કાળ ને…

હે તારો દેહ રૂપાળો રે,
નહિ રાખે ઘર માં ઘડી
તારા સગા ને તારા સગા ને
એ તારા સગા ને સબંધી રે
થોડા દી માં ભૂલી જાશે
કોણ જાણી શકે કાળ ને…

હે તારી સાચી ખોટી વાણી રે,
વાણી આ જગ માં અહીં
તારો પંખીડા નો તારો પંખીડાનો
એ તારો પંખીડા નો માળો રે,
પલક માં વીંખાઈ જાશે
કોણ જાણી શકે કાળ ને…

હે તને મળ્યો રૂડો મલખો રે,
બાંધી લે ને ભવ નું ભાથું
થાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્ત
એ થાને રામ ભક્ત સાચો રે,
ફેરો તારો સફળ થાશે
કોણ જાણી શકે કાળ ને…


Leave a Reply

Your email address will not be published.