ઓમ જય કાના કાળા,
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા…(2)
ગોપીના પ્યારા …
ઓમ જય કાના કાળા
કામણગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન…(2),
ચીત ચોરી લીધા
ઓમ જય કાના કાળા
નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારી
પ્રભુ વૈકુથ ઉતારી
કાલીયા મરદાન કીધો…(2),
ગાયોને ચારી
ઓમ જય કાના કાળા
ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે…(2),
પુનિત ગણ ગાવે …
ઓમ જય કાના કાળા