ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જી
અવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં…ટેક
દિલની દરશાવું રે સુણી લેજો શામળારે જી
રુદીયામાં રોવું દિન ને રાત રે હાં
ધણી મેં તો ધાર્યા…
આદીનો નાતો રે નવો નથી નાથજીરે જી
ખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાં
ધણી મેં તો ધાર્યા…
મળી છે નિશાની રે રામા તારા નામનીરે જી
લાગી એમાં સુરત અખંડ એકતાર રે હાં
ધણી મેં તો ધાર્યા…
શબ્દ સ્વરુપે રે સંદેશો અમે ઝીલતારે જી
હવે જોયું નજરે પ્રત્યક્ષ પ્રમાણ રે હાં
ધણી મેં તો ધાર્યા…
અલખના અજવાળે રે આનંદ ઘણો અંગમાંરે જી
વારે વારે શું કરુ વાલમ વાત રે હા
ધણી મેં તો ધાર્યા…