05 જગમાં મોટું નામ તમારું


હે જગમાં મોટું નામ તમારું જગમાં મોટું ધામજી
દુનિયા આખી દોડી આવે દર્શન કરવા દ્વારજી
જય જય જલીયાનની જય બોલો જલીયાનની

સંત સુહાગી સમરથ દાતા કરુણાનો અવતારજી
દિનજનોના દુખડા કાપે ભૂખ્યાનો ભંડારજી
હે સંકટ ટાણે હાજર થયને કરતા સૌના કામજી
હે જગમાં મોટું નામ તમારું જગમાં મોટું ધામજી
દુનિયા આખી દોડી આવે દર્શન કરવા દ્વારજી
જય જય જલીયાનની જય બોલો જલીયાનની

નામ તમારું પાવન કારી ભજતા ભવદુઃખ જાયજી
કડી કાળમાં મહિમા મોટો ઘર ઘર માં પુજાયજી
પારસાદ પાવન નામ સંભારું મુક્તિ કેરું ધામજી
હે જગમાં મોટું નામ તમારું જગમાં મોટું ધામજી
દુનિયા આખી દોડી આવે દર્શન કરવા દ્વારજી
જય જય જલીયાનની જય બોલો જલીયાનન


Leave a Reply

Your email address will not be published.