આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું
ચાર અક્ષરમાં, સુખ સવાયું,
જપુ માળા હું, નિત સંભાળું
આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું
તારા સ્મરણથી, થાતા શુભ કામ,
જગતમાં જોયા છે તારા અનેક મેં પ્રમાણ.
પાવનકારી નામ, ભક્તોના વિસરામ,
કળી કાળમાં પુરણ ઠરવાનું છે ઠામ
આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું
લગની રે લાગી, માયા ને ત્યાગી,
ચરણ સુખ પામવા પ્રીતડી જાગી
અધમ ઉધારણ, દેવ દયાળુ,
રોમ રોમ થી રંગાણું મનડું આ મારું
આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું
જલા તારું નામ,વૈકુંઠનું છે ધામ,
નામમાં અમે નિરખ્યા તીર્થ તમામ
હે જલા જોગી,પાર્ષદ ના સુખ ધામ,
લાખોના તારણહાર તને લાખો છે પ્રણામ
આરતી કરું, ધ્યાન હું ધરું,
જલા તારું નામ મને પ્રાણથી પ્યારું