હાલો સંતો હાલો વીરપુરમાં
જલાના ધામમાં જાત્રા કરવાની હામ છે.
સંત દર્શનનો લેવા ને લાવો,
તન મનડાના તાપને મિટાવો
હાલો એના ચરણે જૈયે,પાવન થઈ એ,
જાત્રા કરવાની હામ છે
હાલો સંતો હાલો વીરપુરમાં, જલાના ધામમાં,
જાત્રા કરવાની હામ છે
હારે સુખકારી સંતજુગી જલારામ છે,
નામ કામ એનું જગમાં મહાન છે
ગયા તેના જગમાં પ્રમાણ છે,તારણ હાર છે
જાત્રા કરવાની હામ છે.
હાલો સંતો હાલો વીરપુરમાં જલાના ધામમાં
જાત્રા કરવાની હામ છે.
હારે અન્ન આશરાનું ધામ કહેવાય છે,
નિત હરી હરનો સાદ જ્યાં થાય છે
રોજ માનવ મેળો ભરાય છે,તીરથ ધામછે,
જાત્રા કરવાની હામ છે.
હાલો સંતો હાલો વીરપુરમાં જલાના ધામમાં
જાત્રા કરવાની હામ છે
સંત પુરુષ પુરાણી અવતાર છે.
દાસ પાર્ષદના પ્રાણ આધાર છે.
સંત સુખ સાગર કહેવાય છે,નામ સુખ દાઈ છે
જાત્રા કરવાની હામ છે.
હાલો સંતો હાલો વીરપુરમાં જલાના ધામમાં
જાત્રા કરવાની હામ છે