12 તું રંગાઈ જાને રંગમા


તું રંગાઈ જાને રંગમા,
તું રંગાઈ જાને રંગમાં
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગમાં
તું રંગાઈ જાને રંગમા

આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ !
જ્યારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહિ રે તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમા

જીવ જાણતો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું ઝાણસે,
જાવું પડશે સંગમા
તું રંગાઈ જાને રંગમા

સૌ જીવ કહેતા પછી ભજશું,
પહેલા મળી લઉ એ નામ
રહેવાના કરી લઉ કામ,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા રહિ અંગમાં
તું રંગાઈ જાને રંગમા

ધડપણ આવશે ત્યારે ભજશું
પહેલા ઘરના કરીએ કામ
પછી કરશું તિરથ ધામ,
આતમ એક દિન ઉડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં
તું રંગાઈ જાને રંગમા


Leave a Reply

Your email address will not be published.