ખમ્માખમ્મા રે વાલા ખમ્માખમ્મા,
મંદિર આવો માણીગર માવા,
માવા તમને ખમ્મા ખમ્મા.
ખમ્મા રે ઘણી ખમ્મા માવા,
ખમ્મા રે ઘણી ખમ્મા,
મંદિર આવો
હો વાલારે હરખભરી,
ઉભી વાટ જોઉં છું,
આવો મારા અંગભીના,
રાવ માવા હો,
તમને ખમ્મા ખમ્મા.
મંદિર આવો
હો વાલારે મીઠડા લઈને,
તમને મોતીડે વધાવું,
દુધાડે પખાળું તારા પાવ માવા,
તમને ખમ્મા ખમ્મા.
મંદિર આવો
હો વાલારે આશ ઘણી છે,
તારું વદન જોવાને,
તમ પર ઘણું મને ભાવ માવા,
તમને ખમ્મા ખમ્મા.
મંદિર આવો
વાલારે પ્રેમાનંદનાં
પ્યારા છેલ છોગાળા,
વેલા આવો નટવર નાવ માવા,
તમને ખમ્મા ખમ્મા.
મંદિર આવો