13 આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ


આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ
પડ્યું તમારુ કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું
શ્રી મહાપ્રભુજીનું નામ રે

સેવા ને ધર્મ નો ઝંડો ફરકાવ્યો
ઝંડો ફરકાવ્યો
શ્રી કૃષ્ણ શરણં મમ મંત્ર રચાવ્યો
મંત્ર રચાવ્યો,
અગ્નિમાં અવતારી આપે બનાવ્યું
ચમ્પારણ જાત્રાનુ ધામ રે
હરતા ફરતા હૈયામાં

જય શ્રી કૃષ્ણા બોલતાને સૌવને
બોલાવતા સૌવને બોલાવતા
જ્ઞાન દીપકની જ્યોત પ્રગટાવતા
જ્યોત પ્રગટાવતા
શાંતિ ને ચરને રાખો શ્રીનાથજી
આપો દર્શન રે ધન રે
હરતા ફરતા હેયોમાં
આવો શ્રી વલ્લભ

ભાગવત ગીતાનો સાર સમજાવો
સાર સમજાવો
પુષ્ટિ માર્ગનો મહિમા વધારિયો
મહિમા વધારિયો
તમ સંગાથે બાજે અમારે કરવા છે
યમુના પાન રે
હરતા ફરતા હૈયામાં
આવો શ્રી વલ્લભ

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.