જનમ સુધાર્યો રે હો મારો
મળીયા હરિવર ધર્મ દુલારો
જનમ સુધાર્યો રે હો મારો
કરુણા અતિસે રે હો કીધી
ભવજળ બુડતા બાહે ગ્રહી લીધી
જનમ સુધાર્યો રે હો મારો
મુજ પર અઢળક રે હો ઢળિયા
કરુણા કરી ઘેર બેઠા મળીયા
જનમ સુધાર્યો રે હો મારો
આનંદ ઉરમા રે હો ભારી
હવે હુ ના રહુ કોઇ ની વારી
જનમ સુધાર્યો રે હો મારો
હરિ સંગ હેતે રે બંધાણી
હવે મુને ના ગમે બીજી વાણી
જનમ સુધાર્યો રે હો મારો
નીરભે નોબત રે હો વાગી
કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી
જનમ સુધાર્યો રે હો મારો