14 કૌશલ્યાના કુંવર તમારી


કૌશલ્યાના કુંવર તમારી,
આરતી રોજ ઉતારું રે,
ચરણ તણુ ચરણામૃત લઇને,
પ્રેમે પાય પખાળુ રે.
કૌશલ્યાના કુંવર તમારી…

સરયુ જળથી સ્નાન કરાવું (2),
તિલક કરું રૂપાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

અંગે ઉત્તમ આભુષણને,
નયનોમાં કાજળ કાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

કેડ કટારી ધનુષધારી (2),
રઘુવીરને શણગારું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

અહલ્યા થઇને પડું ચરણોમાં,
તન મન ધન ઓવારું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

કાગ મુનિનું રૂપ લઇને (2),
રાઘવને રમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

શબરી થઇને વ્હાલા સામે
બેસી બોર જમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

મંગલમૂર્તિ રામની જોઇને (2),
અતંરમાં હરખાવું રે,
કૌશલ્યાના કુંવર તમારી…

હનુમાનજીના રામ તમારી,
આરતી રોજ ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી…


Leave a Reply

Your email address will not be published.