14 ધન્ય શ્રી યમુના કૃપા કરી


ધન્ય શ્રી યમુના કૃપા કરી
શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો 
વ્રજની રજમાં અહર્નિશ અમને
સ્થિર કરીને સ્થાપજો 
ધન્ય શ્રી યમુના કૃપા કરી

તમો મોટાં છો શ્રી મહારાણી
તમે જીવતણી કરુણા જાણી 
અમને શરણે લે જો તાણી
ધન્ય શ્રી યમુના કૃપા કરી

શ્રી વૃન્દાવનની વાટમાં નાહવું
શ્રી યમુનાજીના ઘાટમાં 
વહાલે રાસ રમાડ્યાં રાતમાં
ધન્ય શ્રી યમુના કૃપા કરી

ચાલો તો થઈએ વ્રજવાસી
પરિક્રમા કરીએ ચોરાસી 
મારા જન્મ મરણની ટળી ફાંસી
ધન્ય શ્રી યમુના કૃપા કરી

પધરાવો સાત સ્વરૂપ સેવા
આરોગાવો મીઠા મેવા 
વૈષ્ણવને લાભ ઘણો લેવા
ધન્ય શ્રી યમુના કૃપા કરી

શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં
મહારાજ મુજને ત્યાં મળીયા 
મારા સકળ મનોરથ સફળ થયા
ધન્ય શ્રી યમુના કૃપા કરી

નંદજીનો વહાલો વનમાળી
કાલિન્દીને કાંઠે ધેનુ ચારી
વહાલો હસી હસી અમશું લે તાળી
ધન્ય શ્રી યમુના કૃપા કરી

ચાલો તો શ્રી યમુના નહાઈએ
એવા અખંડ વ્રજવાસી થઈએ 
એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ
ધન્ય શ્રી યમુના કૃપા કરી

સખી સમરોને સારંગપાણિ
વૈષ્ણવને વહાલી એ વાણી 
એ લીલા હરિદાસે જાણી
ધન્ય શ્રી યમુના કૃપા કરી

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.