નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
ગાય દોઈને મેતો દુધ ઉકાલીયું
દુધ પીવા આવજે કાના…..ર
દુધ ટનાટન છે….નંદજીનો લાલો
દહિં વલોવી મેતો માખણ બનાવ્યું
માખણ ખાવા આવજે કાના…..ર
માખણ ટનાટન છે….નંદજીનો લાલો
માખણ લાવીને મેતો ચુરમું બનાવ્યું
ચુરમું ખાવા આવજે કાના…..૨
ચુરમું ટનાટન છે…નંદજીનો લાલો
વનરાતે વનમાં રાસ રચાવિયો
રાસે રમવા આવજે કાના…૨
ગોપીયો ટનાટન છે…નંદજીનો લાલો
વૈષ્ણવ મંડળમાં ભજન ગવાઈ છે
ભજન ગાવા આવજે કાના…૨
વૈષ્ણવ ટનાટન છે…નંદજીનો લાલો