15 મને ગમેરે શ્રીનાથજીના ધામમાં


મને ગમેરે શ્રીનાથજીના ધામમાં
દર્શન મંગલાના થાય,
વાલો મારો માખણ મીસરી ખાઈ
વૈષ્ણવો દર્શન કરવા જાય,
મને ગમેરે શ્રીનાથજીના ધામમાં

દર્શન શિંગારના થાઈ,
સુંદર શણગાર ધરાઈ
કે શોભા વર્ણવી ના જાય,
મને ગમેરે ધામમાં

દર્શન ગ્વાલ બાલના થાય,
વાલો મારો ગાયો ચારવા જાય
સાથે બલભદ્રજી જાય,
મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં

દર્શન રાજ ભોગના થાય,
સુંદર સામગ્રી ધરાઈ
વૈષ્ણવો પ્રસાદ લેવા જાય,
મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં

દર્શન ઉથાપનના થાય,
રૂડા શંખ નાદ સંભળાય
વૈષ્ણવો દોડી દોડી જાય,
મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં

દર્શન ભોગ આરતી ના થાય,
વિધ વિધ મેવા ધરાય
વૈષ્ણવો રાજી રાજી થાય,
મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.