હારે મારે વિરપુર ધામે જાવું.
કે બાપના દર્શનીયે રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.
હારે જાવું બાપના દર્શન કરવા જાવું
બાપને જીવન ધરવા.
નીરખવા જલારામને રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.
કે હારે મારે સંતના ચરણે જાવું.
કે હૂતો જલારામના ગુણ ગાવું.
કે અવસર આનંદનો રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.
કે હારે જામ્યો મેળો બાપના ધામે.
સોરઠના વીરપુર ગામે.
માનવ મેરા મણ ઉમટે રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.
કે હારે બાપા અન્નુ દાન રે દેતા.
સૌ આનંદે પરસાદ લેતા.
કે હરી હરની હાંકલ રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.
કે હરે જેણે વીરપુર ધામ નો જોયું.
હે એણે આખુરે આયખું ખોયો.
તો હાલો સૌ પગપાળા રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.