16 મારા વાલા રે ગીરીરાજ તમને


મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું
ફરતી પરિક્રમા કરું રે ગીરીરાજ
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું

હૈં ગૌરી તે ગાયના દુધરે ધરાવું
નિત્ય નવી સામગ્રી ધરાવું રે ગીરીરાજ
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું

જળ રે જમુનાજીની જારી રે ધરાવું
પાન કેરા બિડા ધરાવુ રે ગિરીરાજ
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું

અરે ધોળરે ધોતિયા રે કેસર ઉપરણા
નિત્ય નવા સાજ સંભાલુ રે ગીરીરાજ
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું

મન મારું આરસીયુ ને તન મારું સુખડ
નિત્ય નવા મનોરથ કરવું રે ગીરીરાજ
મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.