16 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને


લવિંગ કેરી લાકડિએ રામે સીતાને
લવિંગ કેરી લાકડિએ
રામે સીતાને માર્યાં જો
ફૂલ કેરે દડૂલિયે
સીતાએ વેર વાળ્યાં જો 

રામ ! તમારે બોલડિયે હું
પરઘેર બેસવા જઇશ જો
તમે જશો જો પરઘેર બેસવા,
હું વાતુડિયો થઇશ જો

રામ ! તમારે બોલડિયે હું
પરઘેર દળવા જઇશ જો
તમે જશો જો પરઘેર દળવા
હું ઘંટુલો થઇશ જો 

રામ ! તમારે બોલડિયે હું
પરઘેર ખાંડવા જઇશ જો 
તમે જશો જો પરઘેર ખાંડવા
હું સાંબેલું થઇશ જો 

રામ ! તમારે બોલડિયે હું
જળમાં માછલી થઇશ જો 
તમે થશો જો જળમાં માછલી
હું જળમોજું થઇશ જો 

રામ ! તમારે બોલડિયે હું
આકાશવીજળી થઇશ જો 
તમે થશો જો આકાશવીજળી
હું મેહુલિયો થઇશ જો 

રામ ! તમારે બોલડિયે હું
બળીને ઢગલી થઇશ જો 
તમે થશો જો બળીને ઢગલી
હું ભભૂતિયો થઇશ જો 


Leave a Reply

Your email address will not be published.