17 ગિરિવર ધારી કુંજબિહારી


ગિરિવર ધારી કુંજબિહારી
શ્રીયમુનાજી મહારાણી
ઠાકરને સંગે શોભે કેવા ઠકરાની
ગિરિવર ધારી કુંજબિહારી

બોલો યમુનાજીની જય,
બોલો યમુનાજીની જય
યમુનાજીની જય બોલો યમુનાજીની જય
ગિરિવર ધારી કુંજબિહારી

નમણું લે નરનાર મૈયા
નમણું લે નર નાર
આરતી ઉતારી મૈયા શરણે તારી આવી
ઓ ભાવભક્તિ લાવી મૈયા ભાવભક્તિ લાવી
ગિરિવર ધારી કુંજબિહારી

યમુનાજી પધારો મૈયા મુનાજી પધારો
દાસ બાબુ વિનવે તુને દયા કરો મૈયા
ગિરિવરધારી કુંજબિહારી

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.