મુને વાલા લાગો છો વનમાળી,
હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી
મુને વાલા લાગો છો વનમાળી
વાલા લાગો છો લટકાળા લાલા
મારા નૈણા ઠરે છે ભાળી ભાળી,
હૈડામાં મુને વાલા લાગો
આઠો પહોર આવી વસી અંતરમાં
વાલા મૂર્તિ તમારી મરમાળી,
હૈડામાં મુને વાલા લાગો
બાંધ્યા છે બાજુકાજુ ફૂલડાની માળી
ગળે લાગે છે અતિ રૂપાળી
હૈડામાં મુને વાલા લાગો
મનડા હરો છો મીઠું મીઠું ગાવતા
વળી ગાતા નાખો છો રંગ ઢાળી
હૈડામાં મુને વાલા લાગો
શું રે કરે સંસારીડો કૂડો
મેં તો લોકની તે લજ્જા સર્વ ટાળી,
હૈડામાં મુને વાલા લાગો
બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતા
મારે દાળી દાળી તે દિવાળી,
હૈડામાં મુને વાલા લાગો