મને પ્યારી લાગે મૂર્તિ તમારી
ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી
કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે,
હાં રે તમે ભાળો ને ભ્રમણા ભૂલાયે…
ઘનશ્યામજી પ્યારી
કાને કુંડળ હરિને માથે મુગટ શોભે,
હાં રે કંઠે ધારી માણેક જડી માળા
ઘનશ્યામજી પ્યારી
જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે,
હાં રે તમારી કેડે કસ્યો છે કંદોરો
ઘનશ્યામજી પ્યારી
મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ,
હાં રે જાય દાસ નારાયણ વારી
ઘનશ્યામજી પ્યારી