18 મેં તો જુગલ સ્વરૂપે જોયા


મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે
મારા ભવના દુખડા ખોયા શ્રી જમુનાજી રે
મેતો જુગલ

પેહરે ચોળીકસુંબ સાડી,
એવા સ્વરૂપ નીરખવાને દોડી
નેપુર ઘુઘરી વાગી ચરણે શ્રી જમુનાજી રે
મારા મન તમારે ચરણે શ્રી જમુનાજી રે
મેં તો જુગલ

માવડી તમ પાસે મારું માન
ઘેર બેઠા તો પે મારુ તન
શોભા નંદકુવરની સંગે શ્રી જમુનાજી રે
સુંદર રૂપે શ્યામ સ્વરૂપે શ્રી જમુનાજી રે
મેં તો જુગલ

તમને મોહા છે વ્રજ ન ભુપ
સદા બિરાજો વ્રજની માય
પુણ્ય ભક્તો ની કરવા સહાય શ્રી જમુનાજી
શોભા જોય ને કહે હરિદાસ શ્રી જમુનાજી રે
મેં તો યુગલ સ્વરૂપ

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.