18 લાવ હથેલી શ્યામ લખી દઊ


લાવ હથેલી શ્યામ લખી દઊ,
હૈયે હરી વાર નામ લખી દઉં
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં
લાવ હથેળી શ્યામ લખી દઊ….

મુખ ઉપર માખણ ખાનારો,
ગાલો ઉપર ગોવિંદ લખી દઉં
કંગન ઉપર કૃષણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં
લાવ હથેળી શ્યામ લખી દઊ….

કુંડળ ઉપર કમલ નયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં
લાવ હથેળી શ્યામ લખી દઊ….

અધરો ઉપર અંતરયામી,
બિંદી મા બ્રજ ચંદ્ર લખી દઉં
પાપણ ઉપર પરમાનંદને,
કીકી મા હું કૃષ્ણ લખી દઉં
લાવ હથેળી શ્યામ લખી દઊ….

ચુંદડી ઉપર પ્રીત હરનારો,
પાલવ ઉપર પ્રીતમ લખી દઉં
શ્રાવણ મહીને ભીતર ઉપર,
રોમે રોમે રસ રાજ લખી દઉં
લાવ હથેળી શ્યામ લખી દઊ….


Leave a Reply

Your email address will not be published.