આજ મારે ઓરડે રે
આવ્યા અવીનાસી અલબેલ
બાઈ મેં બોલાવીયા રે,
સુંદર છોગાવાળા છેલ
નીરખયા નેણાં ભરીરે,
નટવર સુંદર શ્રીઘનશ્યામ
શોભા શુ કહું રે,
નિરખી લાજે કોટિક કામ
ગુથી ગુલાબના રે,
કંઠે આરોપયા મેં હાર
લઈને વારણાં રે,
ચરણે લાગે વારંવાર
આપયો મેંતો આદરે રે,
બેસવા ચાકળીયો કરી પ્યાર
પુછ્યુ પ્રીત સુ રે,
બાઈ મેં સરવે સમાચાર
કહો હરી ક્યાં હતા રે,
ક્યાં થઇ આવ્યા ધર્મકુમાર
સુંદર સોભતા રે અંગે
સજીયા છે શણગાર
પેહરી પ્રીત સુ રે સુરંગી
સુથણલી સુખ દેણ
નાડી હિરની રે,
જોતાં તૃપ્ત ન થયા નેણ
ઉપર ઓઢીયો રે,
ગુઢો રેટો જોયા લાગ
સજની તે સમેરે,
ધન્ય ધન્ય નીરખા તેનાં ભાગ્ય
મસ્તક ઉપર રે,
બાંધ્યું મોળીલુ અમુલ
કોટીક રવી સશી રે,
તે તો નાવે તેને તુલ્ય
રેશમી કોરનો રે
કરમાં સોહે છે રૂમાલ
પ્રેમાનંદ તો રે તે છબી
નીરખી થયો નીહાલ