કેમ ભૂલાય નામ જલારામનું રે.
મને આનંદ થાય નામ બોલાતા રે.
હે મારે હૈયે હરખ ન માય જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે
દેતા અન્ન ના દાન નિત પ્રેમથી રે.
થાઈ હરી હર કેરા સાદ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
નામ લેતા આ દુખ દુર થાઈ છે રે.
કે તમે લેજો જલારામ નામ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
જેને બાપા ઉપર વિશ્વાસ છે રે.
હા એના કારજ સુધારે જલારામ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
જેને આંગણ પ્રભુ આવે આચવા રે.
આપે દાનમાં નિજધાર નાર જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
દેશ વિદેશમાં જેની નામના રે.
હા આવે દર્શન કરવા નર નાર જો
કેમ ભૂલાય નામ જલારામનું રે.
એક ભગવાવિણ સંત મેં ભાળીયો રે.
જટા દાઢી વધારી નથી રામ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
જેના દર્શન થી મન બને પાવન રે.
થાય અંતર આનંદ અપારજો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
વીર બાઈ સંગ વાલો શોભતા રે.
હા એવા વીરપુર ધામ મોજાર જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
હૂતો વંદન હજાર કરું સંત ને રે.
મન પંખ રટે તમ નામ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
ચિત કમળમાં છબી બીરાજતી રે.
ઘેરા નાદે ગજવું નામ જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
ગાજો ગુણલા બાપાના પ્રેમથી રે.
કિશોર અંતરે આનંદ થાય જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.
કે મને આનંદ થાય નામ બોલતા રે.
હે મારે હૈયે હરખ ન માય જો.
કેમ ભૂલાય નામ જલારામનું રે.